ગુરુની વેદના ના સમજાય ના
ગુરુના ચરણ પર ના ચલાય ના
ગુરુની ઉદારતા તો સમજાય ના
ગુરુને આશ્રય તો ભુલાય ના
ગુરુનો પ્રેમ તો વીસરાય ના
મારા ગર્વનો નાશ કરવાવાળાની કિંમત ચુકાય ના
ગુરુના આશિષ તો વેડફાય ના
ગુરુ સામે ચતુરાઈ તો ચાલે ના
ગુરુને દિલમાં ને મનમાં વસાવાય રે
ગુરુ સામે ફરિયાદ ને અવિશ્વાસ તો કરાય ના
ગુરુની કૃપા તો ભુલાય ના, ગુરુના આદેશ તો નકારવું ના
ગુરુમાં બ્રહ્મ દેખાય રે, ગુરુ સાથે બેવફાઈ કરાય ના
- ડો. હીરા