દેશવિદેશમાં માનવી તો એ જ છે
હર યુગમાં હર ક્ષેત્રમાં માનવી તો એ જ છે
હર પ્રાર્થનામાં, હર મહોબ્બતમાં પ્રભુ તો એ જ છે
હર કરુણામાં, હર વિનમ્રમાં પ્રભુ તો એ જ છે
હર પૃથ્વીમાં, હર સિતારામાં તેજ તો એ જ છે
હર સૃષ્ટિમાં, હર દિશામાં વિશ્વ તો એ જ છે
હર વિશ્વાસમાં, હર સ્નેહમાં પ્રેરણા તો એ જ છે
હર કાર્યમાં, હર માતા પિતામાં ઇચ્છા તો એ જ છે
જ્યાં અલગ નથી કોઈ વસ્તુ આ દુનિયામાં
તો અલગ શાને ગણે માનવી પોતાને બીજાથી
જ્યાં મુશ્કેલી નથી અલગ કોઈના જીવનમાં
તો સાથ મળશે પ્રભુનો ક્યાંથી જુદો આ જીવનમાં
- ડો. હીરા