મૃત્યુ તો સહુ કોઈનું થાય છે, મૃત્યુથી કોઈ બચતું નથી
પણ શરીર મૃત્યુ પહેલા, હર પળ કોઈના ભાવોનું મૃત્યુ થાય છે
હર સમય કોઈના ઇરાદાઓનું મૃત્યુ થાય છે
હર પળ, હર સમય, મૃત્યુના ઝલક આપણને થાય છે
અફસોસ, એ ભાવ કે એ ઇરાદાને નથી થતું
અફસોસ તો જગમાં રહેનાર માનવીને થાય છે
શરીરના મૃત્યુ પછી એ શરીરને અફસોસ નથી થતું
અફસોસ તો એની સાથે જોડાએલા લોકોને થાય છે
અફસોસ તો એ આત્માને થાય છે, જે પરમાત્માને મળી શક્યો નથી
હર સોચ, હર ઇચ્છા, હર ભાવ યાદ કરાવે છે આપણને મૃત્યુની
હર કાર્ય, હર માર્ગ દેખાડે છે આપણને રસ્તો પ્રભુનો
જીવન મરણની દોરમાં હર મહેફિલ યાદ અપાવે પ્રભુની
એવી તૈયારી હશે આપણી, તો અફસોસ નહીં રહે મૃત્યુ પછીનો
- ડો. હીરા