મનની વાત જાણવી આસાન નથી
મનની વાત બોલાવી આસાન નથી
હૈયાનું દર્દ ભૂલવું આસાન નથી
શાંતી કોઈને પમાડવી આસાન નથી
જિગર કોઈનું સાધવું આસાન નથી
કોઈની મુશ્કેલીમાં સાથ આપવો આસાન નથી
કોઈને અંદરથી સમજવું આસાન નથી
કોઈને દિલથી હસાવવું આસાન નથી
કોઈને મોતથી બચાવવું આસાન નથી
કોઈની સાથે સાચો પ્યાર કરવો આસાન નથી
કોઈને પોતાના ગણવા આસાન નથી
કોઈને માલિકના દર્શન કરાવવા આસાન નથી
- ડો. હીરા