સમયના પરિવર્તનની સામે કોઈનું જોર ચાલતું નથી
પ્રભુના નિયમોની સામે કોઈ આક્રોશ ટકતો નથી
હકીકતના તેજની સામે, કોઈ સાંભળેલું બોલતું નથી
જીવનની રાહ પર અસફળતા કે સફળતા ટકતી નથી
આરંભ અને અંતમાં તો કાર્ય છૂપું છે
પછી કોઈના ખોટા ઈરાદા સામે, એના ઈરાદા ચાલતા નથી
કરશે કોઈ કોઈનું નુકસાન, પ્રભુ એ ચલાવા દેતુ નથી
ભરપૂર આપે છે પ્રભુ, કોઈ ને ખાલી હાથ રાખતો નથી
મજબૂર નથી કરતો પ્રભુ કોઈને બદલવાની,
હાલાત એના સુધરે, માર્ગ બતાડતો જાય એ તો શુરૂથી
કોઈ ખરાબ કરી શક્તું નથી, કોઈ હેરાન કરી શક્તું નથી
હેરાન થાય હેરાન કરવાવાળા, કોઈ કોઈ ને મારી શક્તું નથી
મુશ્કેલીયો જ્યાં આવે, એ દરવાજા બંધ નથી કરતો
સમજાવે એ તો રાહ પૂરી, પ્રભુના દ્ધાર ખૂલ્લા કરી દે તું
જીવનમાં નુકસાન નથી કરતો, શિખવાડે એ તો ઘણું
માર્ગ પ્રભુનો સરળ નથી, એ માર્ગ બનાવે સરળ એવો
જીવન જવવું એવું, કે નજરમાં બને એ તો પ્યારું
- ડો. હીરા