વેદોની વાણી અને અમૃત્તની વર્ષા અલગ છે
મહોબ્બતની ગલીયો અને ભક્તોની ખ્વાહિશો અલગ છે
મોક્ષની તૈયારી અને વિકારો ઉપર સવારી અલગ છે
મૃત્યુની વેદના અને દુઃખોની છલના અલગ છે
અનુભૂતિ પ્રભુની કરવી અને દિલમાં એની તૈયારી અલગ છે
સંમેલનમાં કથા અને અંતરમનની ગાથા અલગ છે
શૂન્યમાં સમાવું અને એકાંતમાં રહેવું અલગ છે
મુશ્કેલીને જેલવી અને પ્રયત્નમાં આગળ વઘવું અલગ છે
ઓમકારને સાંભળવુ અને નિરાકારને પરખવું અલગ છે
વિશ્વાસમાં રમવું એને સમર્પણમાં વિશ્વાસ જગાડવો અલગ છે
સુમિરતમાં જીવવું અને અનુરૂપ સહુને બનાવું અલગ છે
કઠોર પરિશ્રમ કરવો અને પ્રભુના રાહે ચાલવું અલગ છે
જીવનમાં પ્રભુને સમજવું ને પોતાની જાતને ભૂલવી, તે તો એક જ છે
- ડો. હીરા