કર્મોની લાઠી જ્યારે પડે છે, કર્મો સહેવા મુશ્કેલ પડે છે
ઘા જ્યારે અંતરમન પર થાય છે, ત્યારે આપણી વિચિત્રતા સમજાય છે
કરીએ કર્મો સમજ્યા વગર, આલસમાં અને અજ્ઞાનતામાં ચૂકાય છે
પ્રયત્ન નથી કરતા જાણવાની, બસ બેફામ હરકતો કરતા જાય છીએ
સૂમસામ રાહો પર ચાલીયે છીએ અગણિત કાર્યો કરીએ છે
વિચારોમાં મુશ્કેલી પડે છે, મુશ્કેલીઓમાં આપણી જાતને ભૂલીએ છીએ
ભૂલો પર ભૂલો કરે છે, ઇલ્જામ બીજા પર લગાડીએ છીએ
ભૂલીએ છીએ કે જે કરીએ છીએ, એનું ફળ તો આપણને મલેજ છે
જીવનમાં આંસુ પછી રોકાતા નથી, આપણા કર્મો આપણાથી સહેવાતા નથી
આનંદિત પળોને ભુલીએ છીએ, ખાલી ફરિયાદોમાં આપણે જીવીયે છીએ
- ડો. હીરા