નિર્મળ નૈનો અને મુલાયમ ચહેરો, જોઉં તો ઉદાસ છે
કોમળ હૃદય અને નમ્રભાવો, જોઉં તો દર્દનું દર્પણ છે
હાસ્ય સાચું અને ફરિયાદ ઓછી, જોઉં તો લોકોથી ત્રાસેલી છું
પ્રભુમાં પ્રેમ અને પરમ વિશ્વાસના ભાવ, જોઉં તો થાકેલી છું
વિનમ્ર ભાવો અને મદદની આરઝુ, જોઉં તો એકલતા છે
પ્રવાહ આનંદનો અને ખોવાતો ભાન, જોઉં તો રોકવામા આવેલા છે
ગમગીન ચેહરો અને બ્રહ્માંડના વિચારો, જોઉં તો અટલ છે
આનંદનો ફુવારો અને ભક્તિનું ઝરણું, જોઉં તો નાદાન છે
અસીમ ચેહરાના સાથી, વાસનાથી ભાગી, જોઉં તો આપવા તડપે છે
મહોબ્બત આપનારો અને બીજાને પોતાના કહેનારો, જોઉં તો અમર છે
વેદના દિલમાં અને હલચલ મનમાં, જોઉં તો પુકાર પ્રભુ માટે સાચો છે
તમાશો આ જગનો અને વાતો ખોટી, જોઉં તો મારો પ્યારો મારો છે
- ડો. હીરા