પ્રેમની વિદ્યા અદ્દભુત વિદ્યા છે
પ્રેમની વાણીમાં સત્ય છે, પ્રેમના ખિતાબમાં મોક્ષ છે
પ્રેમની અનુભૂતિમાં ગહેરો સાગર છે, પ્રેમમાં અલગતા મટે છે
પ્રેમમાં એક એનોખી શાંતિ છે, પ્રેમમાં મન સંકોચ તોડે છે
પ્રેમમાં પવિત્રતા પમાય છે પ્રેમમાં પોતાની જાતને ભુલાય છે
પ્રેમમાં ઉંમર વધતી નથી, પ્રેમમાં ફિકર છૂટતી જાય છે
પ્રેમમાં નિર્મળ ભાવો ઊભરે છે, પ્રેમમાં શુદ્ઘતા છલકે છે
પ્રેમમા વિશ્વાસ પૂર્ણ થાય છે, પ્રેમમાં સંમપૂર્ણતા થાય છે
પ્રેમમાં ઓમ સમાય છે, પ્રિયનો પ્ર અને ઓમનો મ સમાય છે
પ્રેમ જીવન આપે છે, પ્રેમ જ તો બધું સમજાવે છે
પ્રેમ નાસમજણને તોડે છે, પ્રેમ દુવિધાને મિટાવે છે
પ્રેમમાં પ્રભુ પમાય છે, પ્રેમમાં જીવન સફળ થાય છે
પ્રેમ એ જ તો જીવનનો માર્ગ છે, પ્રેમ એ જ જીવનની મંજિલ છે
પ્રેમ હ્રદયને દ્રવ્ય બનાવે છે, પ્રેમ બધા રસ્તા ખોલે છે
પ્રેમમા બધા વિઘ્ન દૂર થાય છે, પ્રેમથી જ તો બધું પમાય છે
- ડો. હીરા