વિશ્વાસના પરદા ખૂલતા નથી, અવિશ્વાસ જાતો નથી
મંજિલના દર્શન થાતા નથી, મંજિલ તરફ ચાલવું નથી
કોશિશ સફળ થતી નથી, કોશિશ અમારે કરવી નથી
નિશ્ફળ અમારે રહેવું નથી, કાર્ય અમારે કરવા નથી
હોશ મદ્દહોશ થાતો નથી, મદ્દહોશીમાં ઝૂમતા નથી
મહેફિલનાં ગાન સંભળાતા નથી, મહેફિલની તૈયારી કરી નથી
પ્રભુનું નામ અમારે લેવું નથી, પ્રભુ વગર આગળ વધાતું નથી
પ્રેરણા અમને મળતી નથી, પ્રેરણા અમને જોઈતી નથી
સવાલોના અમારા અંત થાતા નથી, સવાલોના જવાબ ખોજતા નથી
દરવાજા અમને દેખાતા નથી, દરવાજા માટે રસ્તા પર ચાલતા નથી
દીવાર બઘી તૂટતી નથી, દીવાર અમારી અમે બનાવતા રોકતા નથી
- ડો. હીરા