નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે
વિચિત્ર વૃતિ અને આપણા વિકાર ઉપર તો કાબૂ જોઇએ છે
સજળ નયનો અને તીવ્ર ભાવો, સંકલ્પમાં તો દ્રિધતા જોઈએ છે
માનવતા હૈયામાં અને કરુણતા હદયમાં, પ્રેમ છલકતો જોઈએ છે
વિશ્વાસનો સહારો અને અંતરમનની દ્રષ્ટિ, એકલતા તો જોઈએ છે
વિનમ્ર ભાવો અને પ્રભુ માટે તડપ, એવી પ્યાસ હૈયામાં જોઈએ છે
અહેસાસ પ્રભુનો અને વિશ્વાસ એની લીલાનો, ચંચલતા ઓગલતી જોઈએ છે
- ડો. હીરા