ૐકારા ઈશ્વરા, પ્રેમમાં સતત રહેનારા
દિવ્ય અનુભવ આપનારા, શિવમાં સદા વસનારા
દિવ્ય ગુણોના ભંડારા, જીવન સાર્થક કરનારા
આનંદમાં સતત ડૂબનારા, આનંદ સર્વને પ્રદાન કરનારા
ઉમંગ-હર્ષ સ્થાપનારા, વિશ્વના રચનારા
નિજ સ્વરૂપ છુપાવનારા, અનંત રૂપોમાં વસનારા
પરમ મસ્તીમાં રહેનારા, ભિન્ન-ભિન્ન રમત રમનારા
જીવન-મરણના ભ્રમ રચનારા, જીવન-મરણમાંથી બહાર કાઢનારા
શિવરૂપ પૂજવનારા, શિવ સ્વરૂપ ધારણ કરનારા
મહાખ્યાતિ છુપાડનારા, હૈયાના સ્પર્શમાં વસનારા
નિરાકાર એકાંતમાં છૂપનારા, સાકાર બની સર્વે વ્યાપ્ત થાનારા
ભ્રાંતિ બધી તોડનારા, પોતે જ પોતાનામાં સમાવનારા
- ડો. હીરા