શોભાની યાત્રા જ્યાં ચાલુ થઈ
ત્યાં પ્રેમની રજૂઆત તો પૂરી થઈ
ઈશ્વરની સૃષ્ટિ જ્યાં જાગૃત થઈ
ત્યાં નિર્મળ પ્રવાહનું આગમન શરૂ થયું
જીવનની પ્રેરણા જ્યાં મળી ગઈ
ત્યાં ઈચ્છાઓની તો સમાપ્તિ થઈ
પ્રભુની કૃપા જ્યાં વરસી ગઈ
ત્યાં ભાગ્યમાં પરિવર્તન થઈ ગયું
અંતરઆત્મા જ્યાં જાગી ગયો
ત્યાં જીવન-મરણના ખેલ ખતમ થયા
- ડો. હીરા