ઇંતેજારની ઘડીઓ ક્યારે ખતમ થાશે, ખબર નથી
પણ એ એના સમય પર થાશે, એ વિશ્વાસ પર ચાલું છું
મનના બાંધ ક્યારે છૂટશે, ખબર નથી
પણ મારા કરતા એને વધારે ઉતાવળ છે, એ જાણું છું
સાધનામાં ક્યાં અટકી જાઉં છું, ખબર નથી
સંભાળ મારી એ પૂરી રાખે છે, એ અનુભવું છું
નિર્લેપ, આ મન ક્યારે બનશે, ખબર નથી
પણ એ પહોંચાડીને રહેશે, એ સમજું છું
આખિર બધું તો કૃપાથી થાય છે
આખિર બધું તો નિર્ધારિત સમય પર થાય છે
- ડો. હીરા