તીર્થ કર્યા, તપ કર્યા, પણ તું ન મળ્યો
પ્રેમ કર્યો, જપ કર્યા, પણ તું ક્ષણ માત્ર દેખાયો
વિશ્વાસ કર્યો, સમર્પણનો ઢોંગ કર્યો, તું તો અલિપ્ત રહ્યો
ધર્મ નિભાવ્યો, ક્રિયા-કર્મ કીધા, તું તો અજાગૃત દેખાયો
શાસ્ત્રો વાંચ્યા, પ્રવચન સાંભળ્યા, પણ તું ન સમજાયો
ધ્યાનની કોશિશ કરી, આંખ બંધ કરી, પણ ખાલી વિચારો સામે આવ્યા
મોહ ત્યાગ્યો, ઈચ્છાઓ ઓછી કરી, પણ વૈરાગ્ય ન જાગ્યો
અંતરમનથી જોવાની કોશિશ કરી, પણ દ્રષ્ટિ તો સંસારમાં જ ફરી
આખિર થાકી, તને પ્રાર્થના કરી, ત્યારે ગુરુને તેં મોકલ્યા
જ્યારે કર્તા ભાવમાંથી બહાર નિકળ્યો, ત્યારે જ તારામાં એક થયો
- ડો. હીરા