તને શું અર્પણ કરું, સમજાતું નથી
વિકારો અર્પણ કરું? એવું તને આપવું ગમતું નથી
મારો સ્વાર્થ અર્પણ કરું? એવું તને અપાતું નથી
દિલ અર્પણ કરું? એ તો તારું થયા વિના રહેતું નથી
પ્રેમ અર્પણ કરું? એના વગર તો જીવાતું નથી
અહંકાર અર્પણ કરું? એ તો મને આવડતું નથી
ફરિયાદ અર્પણ કરું? તારા પ્રેમમાં ફરિયાદ જાગતી નથી
દર્પણ જોઈ અર્પણ કરું? દર્પણ સાચું જોયું નથી
પૂરેપૂરી પોતાની જાતને અર્પણ કરું? ત્યાં કોઈ અલગતા નથી
- ડો. હીરા