શિવ, તારી કૃપા વગર કાંઈ સંભવ નથી
શિવ, તારા પ્રેમ વગર આ જીવન જ નથી
શિવ, તારા કોમળ હૃદયના સ્પર્શથી કોઈ વંચિત નથી
શિવ, તારા રૌદ્ર સ્વરૂપમાં પણ કરૂણા ટપકયા વગર રહેતી નથી
શિવ, તાર તાંડવમાં પણ સૃષ્ટિનું કલ્યાણ છુપાયું છે
શિવ, તારા ભયાનક સ્વરૂપથી પણ ભય લાગતો નથી
શિવ, તારી આરાધનામાં શાંતિ સિવાય કાંઈ નથી
શિવ, તારામાં સમાયા વિના, મારી કોઈ ઓળખાણ નથી
- ડો. હીરા