શું કરું, શું ના કરું, આ જ તો હર વ્યક્તિની વ્યથા છે
બુદ્ધિના ખેલ એવા છે કે ખાલી દુવિધા ને દુવિધા છે
નિર્ણયોમાં પછી ગોટાળા છે, ગોટાળાને સુધારવા તરકીબો છે
જ્યાં અંતરમનનું સાંભળે છે, તો રસ્તા બધા આસાન છે
વ્યથા એવી સર્જાય છે, કે ત્રિપુરા સુંદરી ન ઓળખાય છે
જાગૃત મનની પહેચાન છે, કે ધીરજ જ સાચું મુકામ છે
ઐશ્વર્ય પાછળ સહુ કોઈ ભાગે છે, શું પોતે છે એ ન ઓળખે છે
સમુદ્ધમંથન પછી જ અમૃત મળે છે, એ જ તો વ્યાપક સત્ય છે
ગંભીરતાથી સોચે છે, જાણે એને જ બધું આવડ઼ે છે
મહેક જીવનની ખાલી વિશ્વાસ છે, એમાં જ પૂર્ણ સમર્પણ છે
- ડો. હીરા