હિંમતથી ચાલવું અઘરું છે
પ્રેમમાં સતત રહેવું અઘરું છે
ખૂદને ભૂલી જવું અઘરું છે
પોતાનું બધું આપી દેવું અઘરું છે
જીવનમાં સુખ પાછળ ન ભાગવું અઘરું છે
દુઃખદર્દ સહન કરવા અઘરા છે
ઈચ્છાઓને ત્યજવી અઘરી છે
આનંદમાં સતત રહેવું અઘરું છે
સતત પ્રભુનું નામ લેવું અઘરું છે
સ્પષ્ટતામાં રહેવું, એ તો બહુ અઘરું છે
- ડો. હીરા