પવિત્ર જળનું પાણી પીધું, પવિત્ર નદીમાં હું તો નહાયો
હર મંદિરમાં મેં તો મસ્તક નમાવ્યું, હર દરગાહ પર મેં તો શિર બંધાવ્યું
ઈસુ, મુસાનાં મેં તો કર્યાં દર્શન, હર શક્તિપીઠ પર મેં તો કર્યું અર્પણ
ફિરંગીઓમાં મેં તો તને જોયા, જગમાં બધે તને મેં તો ગોત્યા
હર હાલતમાં તને તો યાદ કર્યા, હર પળમાં તને તો સાથ રાખ્યા
અંદરથી તને મેં તો સાંભળ્યા, અંતરમાં તો તને મળ્યા
વાણીમાં મારી તને તો સાંભળ્યા, આદેશ તારા બધા તો પૂરા કર્યા
જીવનમરણનાં રહસ્ય તો જાણ્યાં, જીવનમાં તમને અંદર ઉતાર્યા
મોક્ષની ઇચ્છા તને તો સોંપી, બધામાં તારાં જ દર્શન કર્યાં
સમજાયું બધું છતાં અપૂર્ણ રહ્યા, તારામાં વાસ કર્યો છતાં પ્રવાસી રહ્યા
ઇચ્છા તો કોઈ બાકી નથી, છતાં વિકારોએ તો અમને રોક્યા
આ હાલતમાં મજબૂર થયા, તારી અંદર ઊતરવા અમે અધીર થયા
- ડો. હીરા