રુદન હૈયાનું સાંભળો તો હવે, એકતાનું ફળ આપો તો તમે
સમય વીતતો જાય છે હવે, અલગતાના ભાવ કાઢો તો હવે
જુવાની વીતતી જાય છે હવે, હૈયામાં તમારી પહેચાન આપો તો હવે
ચીરે છે આ મારું અસ્તિત્વ મને, તમારામાં એકરૂપ કરો તો હવે
મુઝને મુઝથી બચાવો તો હવે, મુઝને મુઝથી ઓળખાણ કરાવો તો હવે
તારાથી દૂર નથી રહેવાતું હવે, તારામાં સામેલ કરો તો હવે
પ્રયત્ન મારા મને દેખાતા નથી, આશિષ છતાં માગું છું હવે
સાફ દિલથી યાચના કરું છું તને, તારામાં મિટાવ હવે તો મને
રુદન મારી સાંભળો તો હવે, હૈયાની પીડાને દૂર કરો તો હવે
- ડો. હીરા