પ્રકૃતિનો પ્રકાશ, સૌંદર્ય અદ્દભુત છે, વૈરાગ્ય જોવા જેવો છે
ગળે લગાવ્યા પ્રભુને, છતાં પણ પોતાની મસ્તીમાં મસ્ત છે
ઝૂમે એ તો પ્રભુના વહાલથી, કણ કણ નાચે એ તો પ્રભુના પ્રેમથી
છતાં પણ પ્યારું એને સર્વ છે, અને તોય ના કોઈના પર આશ્રિત છે
પવન, ઝરણાં, પથ્થર, પક્ષી બધાં એમાં સામેલ છે, જાણે કે પ્રભુની બારાત છે
સ્થિરતાનું એ પ્રતીક છે, છતાં પણ હર સમય એ તો નવી છે
પ્રભુ સાથેનો સંબંધ એનો ઘેરો છે, પ્રભુમાં તો પૂરી તલ્લીન છે
પ્રભુનું તો પ્રતીક એટલે એ છે, પ્રભુની તો છબિ એ છે
ગગન ગાઈએ મોજથી આ મિલનમાં, પ્રભુમાં તો વાસ એનો સદૈવ છે
મનુષ્ય ના સમજે એને, હાનિ પહોંચાડે એને, છતાં પ્રભુના ધ્યાનમાં સદૈવ છે
પ્રકૃતિ સાથે જોડાણ પ્રભુનું પણ છે, પોતાની ચૈતન્ય અવસ્થા એમાં સામેલ છે
- ડો. હીરા