ફૂલો ધરાવો એવા ભાવોથી, કે હૈયામાં તારી મહેક આવે
જીવનમાં તારાં ફૂલોની વર્ષા આવે, કાંટા બધાં દૂર થઈ જાયે
હૈયું એવું કોમળ બને, કે ગુલાબો જેવું હૈયું ખીલી ઊઠે
માગો એવા ભાવથી માગો, કે સુગંધી વ્યારો જીવનમાં આવે
સજાવો મંડપ પ્રભુનો એવો કે દિલમાં ફૂલોનો બાગ ખીલે
રમવા આવે પ્રભુ આવા બાગમાં, આ જીવન તો મહેકી ઊઠે
એક પાંખડીને આંખે લગાઓ, પ્રભુ તારી તો દૃષ્ટિ મળે
પોચા પાંખડી જેવાં, અમારાં પ્રેમભર્યા હૃદય રહે
લાલ રંગના ગુલાબ જેવું, જીવન આપણું રંગભર્યું રહે
ગીત ગાઈ ઊઠીએ આપણે, મધ પીવા સહુ કોઈ આવી ઊઠે
જીવનભર માગીએ આપણે, હવે લોકોની ફરમાઈશ પૂરી કરીએ
ચર્ચા કરે ફૂલો એકબીજાને, પ્રભુનાં ગીતો આપણે ગાઈ ઊઠીએ
- ડો. હીરા