જીવ તો માત્ર જીવ છે, એના આવરણથી તો બધું છે
જીવ તો શૂન્ય છે, એના પહેરણથી તો બધું છે
પહેરણમાં તો મન છે, મનથી અહં છે, અહંથી કર્મો છે
મન જ્યાં ઊલટું થાય, ત્યાં તો નમ થાય, ત્યાં જ સમર્પણ છે
અહં એવો સૂક્ષ્મ છે, જેનું નિજને પણ ન જ્ઞાન થાય
અહંથી તો પહેચાન છે, પહેચાન વિના ખાલી શૂન્ય છે
મનથી તો વિકારો છે, મનથી તો ઇચ્છા છે, મન વિના કાંઈ નથી
મન જ તો ચંચળ છે, મન જ તો આડંબર છે, મન જ તો લાલસા છે
મન પર કાબૂ, એ જ જીવનની સફળતા છે, એ જ જીવનનો માર્ગ છે
પ્રભુની પ્રાર્થના પણ મનથી થાય, એનાથી મન પર વિજય થાય
સોચથી તો મન પ્રેરિત થાય, મનથી તો જીવ શૂન્ય થાય
મનને નમ બનાવો, પછી જ જીવનમાં આગળ વધો
મન ગમતું ન બનો, મનને ગમાડતું બનાવો
પોતાની ઓળખાણ પોતાને કરાવો, મન પર તો કાબૂ મેળવો
- ડો. હીરા