તેજ તારો પ્રકાશ કરે, અંતરનું અજવાળું કરે
દિલમાં ચેન મળે, મનને સંપૂર્ણ શાંતિ મળે
બિંદુ પ્રકાશનું મોટું થાય, કપાળે એ તો ફરતું જાય
મધ્યમાં તો એ રંગ બદલે, મન મારું શાંત કરે
બિંદુમાં તો શૂન્ય મળે, ધીરે ધીરે હું પણ મટે
વિચારોની માળા ત્યાં અટકે, જાત પોતાની પણ ભૂલે
સમય, જગ્યા બધું વીસરાય, શૂન્યમાં શરીરભાન ભુલાય
મૃત્યુ જીવનનું અહેસાસ મટે, શિવશક્તિનું ધ્યાન મળે
શાંત મન ત્યાં પણ મટે, મન જેવું કાંઈ ન રહે
નીંદર, આળસ ત્યાં તો મટે, શક્તિ ને શક્તિ જ મળે
માતા તારો પ્રભાવ ત્યાં એવો મળે, કે નિજ ભાન પણ ન મળે
- ડો. હીરા