મુક્તિ, ભક્તિ અને શક્તિ વિના મળતી નથી
મુક્તિ, ઇચ્છા અને પ્રભુકૃપા વિના મળતી નથી
મુક્તિ, રડવા અને કકળવાથી મળતી નથી
મુક્તિ, ધાર્યા પ્રમાણે મળતી નથી
મુક્તિ, સૃષ્ટિના નિયમો પ્રમાણે ચાલ્યા વિના મળતી નથી
મુક્તિ, માગવાથી અને રીઝવાથી મળતી નથી
મુક્તિ, પ્રભુના મિલન વગર મળતી નથી
મુક્તિ, પોતાની જાતને ભુલાવ્યા વિના મળતી નથી
મુક્તિ, યોગ, રોગ, ભોગથી ઉપર ઊઠ્યા વિના મળતી નથી
મુક્તિ, હર ઇચ્છાને સોંપ્યા વિના મળતી નથી
મુક્તિ, હર જીવને મળતી નથી,
મુક્તિ, સમયને પર થયા વિના મળતી નથી
- ડો. હીરા