હું જ્યાં હું નથી, ત્યાં બીજું કાંઈ નથી
અહેસાસ જ્યારે એ થાય છે, ત્યારે સમર્પણ તારામાં થાય છે
વિનાશ મારો નક્કી છે, અગર તારાથી હું અલગ છું
એકરૂપ થવાની તૈયારી છે, પછી શું લાચારી છે?
જીવનદોર તારા હાથમાં છે, આગળ તારી મર્જી છે
આકાશ, પાતાળ, પૃથ્વીમાં તું સ્થિત છે, મારે ક્યાં તને શોધવી છે
જે છે એ બધું અહીં છે, કાળથી તો તું પર છે
તેજસ્વી પ્રકાશ તારો, મુજ પર અસીમ છે, નક્કી તું ન ગમગીન છે
હાથ તારો પકડી ચાલવાનું છે, સાથ તારો કદી ન તૂટવાનો છે
અહીંતહીં ન ભટકવાનું છે, તુજ પર તો જાન લૂંટાવવાનો છે
અહંકારનો અંત નિશ્ચિત છે, તારા દર્શનની તૈયારી છે
જલવો તારો લાજવાબ છે, ખુદની પહેચાનનો પરિચય છે
આવી અમથી આ વાત છે, એક વારમાં તો અમરતા છે
- ડો. હીરા