સમજાતા નથી, સમજાતા નથી, પ્રભુ તારા ખેલ સમજાતા નથી
લેવાતા નથી, લેવાતા નથી, પ્રભુ લોકોના વ્યવહાર સહેવાતા નથી
રહેવાતું નથી, રહેવાતું નથી, પ્રભુ હવે આ મંજિલ પામ્યા વગર રહેવાતું નથી
સેહવાતું નથી, સેહવાતું નથી, પ્રભુ હવે આ દર્દ અને પીડા સહેવાતા નથી
જોવાતું નથી, જોવાતું નથી, પ્રભુ હવે લાચારી અને બીમારી જોવાતી નથી
રસ્તો દેખાતો નથી, રસ્તો દેખાતો નથી, પ્રભુ આ સમસ્યાનો હલ દેખાતો નથી
આવડતું નથી, આવડતું નથી, નિર્ણય એમાં લેતા આવડતું નથી
રોકાતું નથી, રોકાતું નથી, પોતાની બેબસીના અશ્રૂ હવે રોકાતા નથી
ઝીરવાતું નથી, ઝીરવાતું નથી, પ્રભુ આ કઠિન પરીક્ષા હવે ઝીરવાતી નથી
સંભાળાતી નથી, સંભાળાતી નથી, પ્રભુ આ દિલની અવસ્થા હવે સંભાળાતી નથી
- ડો. હીરા