જ્યાં મા નો વાસ છે, ત્યાં જ જીવનનો નિવાસ છે
જ્યાં મા નો એહસાસ છે, ત્યાં જ ચેનનો શ્વાસ છે
જ્યાં મા ની ભક્તિ છે, ત્યાં જ મા ની શક્તિ છે
જ્યાં મા નો સંગાથ છે, ત્યાં જ મા ની કૃપાનો વરસાદ છે
જ્યાં મા ની મીઠાસ છે, ત્યાં જ અંતરમાં એનો સંવાદ છે
જ્યાં મા નું રક્ષણ છે ત્યાં જ મા નો જીવનપ્રવાસ છે
જ્યાં મા ની સેવા છે, ત્યાં જ ભકતને તો મેવા છે
જ્યાં મા ના રીતરિવાજ છે, ત્યાં જ બધા સંબંધ ખતમ છે
જ્યાં મા ની છત્રછાયા છે, ત્યાં જીવનમાં બધું પ્રાપ્ત છે
- ડો. હીરા