પ્રેમનું ના કોઈ જોર છે, મોહ જ બેકાબૂ છે
દિલમાં ન કોઈ દ્વેષ છે, લોકોના દ્વેષની છબી છે
વિરહનો તો ન ઇંતેજાર છે, તને મળવાની ન કોઈ અપેક્ષા છે
આરામની ન કોઈ તલાશ છે, આળસ તો ભરપૂર છે
વેદનાની કોઈ ન તડપ છે, ઇચ્છાઓને આધીન છે
વૈરાગ્યની શું સમજ છે, પરિવારની તો સંગઠન છે
પ્રાણમાં તો જોશ છે, શરીરની જ મને હોંશ છે
પ્રમાણમાં તો સંબંધ છે, માપતોલના તો આપણે આધીન છીએ
વિશ્વાસની તારી છબી છે, તારી છબી પર ખાલી એક માળા છે
સંગાથ તારો માંગિએ છીએ, તારા સંગનો તો ખાલી એક ખયાલ છે
- ડો. હીરા