ઉમંગ ભર્યા વાતાવરણમાં નશાનો જામ, પ્રભુ તારો છે
વિશ્વાસના સાંત્વનમાં આરામ તો પ્રભુ તારો છે
વિવેકના બળમાં શ્રદ્ઘાની તૃપ્તિ તો પ્રભુ તારી છે
પ્રેમ ભર્ચા વિચારોમાં, વ્યવહાર અને વર્તન, પ્રભુ તારું છે
મનગમતી ઇચ્છાની તૃપ્તિમાં ઇચ્છાઓ બધી તને સોંપી દે
હૈયાની ધીરજમાં અસીમ કૃપા પ્રભુ એ તો તારી છે
હોંશના વ્હાલમાં અમીરસનો પ્યાલો પ્રભુ તારો છે
વિરહની તડપમાં મંજિલ તારી પ્રભુ હજી તો બાકી છે
આનંદના મોજામાં લહેર તારા પ્રેમની તો પ્રભુ છલકે છે
સંસારની વાદીમાં ચાહ પ્રભુ તારી હર વખ્ત સામેલ છે
- ડો. હીરા