કેમ કહું, શું કહું, પ્રભુ તને હું કઈ રીતે કહું
કશ્મકશ આ બધાંની છે, અંતરની વાત તો છૂપેલી છે
આરાધક છો તમે, પૂજનીય છો તમે
અંતરમાં છુપાયેલા દોષોને કેમ કહું
શ્વાસમાં વસો છો તમે, તમારામાં સમાવો છો મને
છતાં મારી કાળી હરકતો કહું કઈ રીતે તમને
વ્યવહારમાં તો શ્વેત છે, અંતરમાં તો કાળાશ છે
ભોળી આંખોમાં તો પ્રભુ કેટલાં રહસ્યો છે
દિલ તને બધી વાતો કરતાં અચકાય છે
તને બધું સોંપવા તો એ લલચાય છે
ફરિયાદ સર્વપ્રથમ કહું તને
તારી હર વાતને બદનામ કરું હું તો હવે
કેમ કહું, શું કહું, પ્રભુ આ કઈ રીતે બધું કહું તને
- ડો. હીરા