તારી વાણી તો બોલે છે, ઇચ્છા તારી વ્યક્ત કરે છે
પ્રેમ તારો છલકે છે, શરીર ભાવથી ઊપર ઉઠાવે છે
નાદાન આ હૈયું ઝૂમે છે, તારા સંગ એ તો નાચે છે
વિનમ્ર ભાવોથી એ ગાય છે, પ્રેમમાં તારા એ બધું ભૂલે છે
તારા વિચારો મને પ્રેરિત કરે છે, ઝૂમતા હૈયાને સંભાળે છે
વૈરાગ્ય મને તારો જગાડે છે, તારામાં તો મને સમ કરે છે
આધારે તારા આ જીવન પસરે છે, જીવન તારા સંગ નાચે છે
દિલમાં સુકૂન તારું મળે છે, તારી બધી જ વાતો તો ગમે છે
જીવનના ખેલને એ ભુલાવે છે, તારા અંતરમાં મને ઉતારે છે
વિશ્વાસ હૈયામાં જગાડે છે, પ્રભુ તારો નશો મને સંવારે છે
- ડો. હીરા