સચ્ચિદાનંદની અવસ્થા સમજાતી નથી
પ્રભુ તારા પ્રેમને સમર્પણ થાતું નથી
ઇચ્છાઓનું બલિદાન અપાતું નથી
પ્રભુ તારા આશરે આખરે મારાથી ચલાતું નથી
વૈરાગ્ય અંતરમાં ઉદભવતો નથી
વિશ્વાસ હૈયામાં ટકતો નથી
આચરણમાંથી છળ જતું નથી
પ્રભુ તારા ઇશારે મારાથી ચલાતું નથી
ભાવો તારા સચવાતા નથી
શબ્દો તારા ઝિલાતા નથી
આડંબર કર્યા વિના હું રહેતો નથી
પ્રભુ મારી માયાથી બહાર આવવું નથી
પ્રયત્ન તારા મને દેખાતા નથી
લાચારી તારી મને સમજાતી નથી
હૈયાના ખેંચાણને વિસરાતું નથી
પ્રભુ તારા રસ્તા પર મારાથી ચલાતું નથી
- ડો. હીરા