શ્વાસો શ્વાસોમાં તું વસે
હરએક ઇચ્છામાં તું જ સજે
હૈયાના ઊંડાનમાં તું જ રહે
તારામાં સદૈવ મારું ચિત્ત રહે
પ્રેમમાં મારા ના કોઈ ખામી રહે
અહંના ડંકારા ના મારામાં રહે
સદૈવ તારો સાથ સંગમાં રહે
હરએક કાળમાં તારું જ નામ રહે
સ્થળ સ્થળમાં તારું જ આભાસ મળે
ચિતડામાં મને તારું ચેન મળે
- ડો. હીરા