મંજિલે મંજિલે તને પામતો જાઉં
વિશ્વાસે વિશ્વાસે સ્થિર થાતો જાઉં
મહેફિલે મહેફિલે પ્રેમ તારો પામતો જાઉં
હરએકમાં તને હું જોતો જાઉં
જીવનના હરએક ચરણમાં તારું નામ લેતો જાઉં
તારો આભાસ હું સદૈવ કરતો જાઉં
ઉમંગે ઉમંગે તને મળતો જાઉં
મનની પ્રબળતાને સ્થિર કરતો જાઉં
અંતરમાં તો તને હું નિરખતો જાઉં
- ડો. હીરા