જે અંતરમાંથી તું બોલે, એ જ સામે આવી તું કહે
હરએક દુવિધાને દૂર કરે, મારામાં મને તું સ્થિર કરે
આશિષ સદૈવ તું એવા આપે, મને પ્રેમથી તું સંવારે
એ જ પ્રેમ તું મને દેખાડે, હૈયું ત્યારે પ્રેમના અક્ષરો વહાવે
અધીરતાને તું ધીરજ આપે, સુકૂનનું તું તો પ્યાલો પાવે
સચ્ચિદાનંદ તું સીખડાવે, મને તારામાં બધું વિસરાવે
મનમાં મને તું આનંદ આપે, તારી કૃપા તું મને સમજાવે
તારામાં મને તું સ્થિર કરે, ધાર્યા કરતા વધારે સવારે
નીંદરમાંથી તું જગાડે, હૈયામાં મને તું એક કરે
- ડો. હીરા