જેવાને તેવું મળે, પ્રભુને તો બધુંજ મળે
હાલતા-ચાલતાં સલાહ મળે, પ્રભુની તો સેવા ચૂકીએ
મહેફિલમાં તો ચાર ચાંદ સજે, પ્રભુની જ્યારે યારી મળે
વિશ્વાસના તો પરચા મળે, પ્રભુની જ્યારે તડપ ઊઠે
આજ્ઞાનું તો પાલન મળે, પ્રેમનો જ્યારે સંગાથ મળે
જોડીની તો ફોરમ મળે, આદરનો જ્યારે સંજોગ ઊઠે
અમીરસનું તો પાન મળે, પ્રભુની જ્યારે હૂંફ મળે
પ્રેમની તો મહેફિલ સજે, અંતરમાં જ્યારે એની છબી મળે
- ડો. હીરા