મહોબ્બતના દાયરામાં એક મજાની વાત છે
બેના અહેસાસથી એકતાની વાત છે
મળતા અનુભવ, એકબીજાના ધ્યાનની વાત છે
પ્રેમમાં બંધાયેલા પ્રેમીની અમરતાની વાત છે
વાદવિવાદથી ઉપર સમજણની આ વાત છે
હકીકતથી પરે, એક સચ્ચાઈની આ વાત છે
પ્રેમની મંજિલની પ્રેરણાની એ વાત છે
કે ઇશારા ઇશારાને સમજવાની, અબોલ બોલીની વાત છે
પ્રથમ ચરણમાં પ્રેમીના આનંદની વાત છે
એવા અદભુત પ્રવાહમાં પ્રભુના મિલનની વાત છે
- ડો. હીરા