શિવ કહો કે શંકર, શું ફરક પડે છે
અંબા કહો કે દુર્ગા, શું ફરક પડે છે
અલ્લાહ કહો કે મૌલા, શું ફરક પડે છે
ભગવાન કહો કે પ્રભુ, શું અંતર પડે છે
એ તો એક જ છે, એ તો એક જ છે
દૃષ્ટિ આપણી અલગ છે, વિચારો આપણા અશદ્ધ છે
જ્યાં પ્રભુમાં કોઈ ભેદ નથી, એની બંદગી તો એ જ છે
પછી મંદિર જઈએ કે મસ્જિદ, મજહબની શું વાત છે
ભેદ ના જ્યાં એ કરે, પછી આપણી શું લાયકાત છે
અનુભવ એનો મળે, પછી શું અલગતાની પહેચાન છે
- ડો. હીરા