શિવની આરાધના કરતાં ક્યારે શિવમાં ખોવાઈ ગઈ, એ ખબર નથી
શિવને યાદ કરતાં, ક્યારે શિવમાં મળી ગઈ, એ ખબર નથી
શિવની પૂજા કરતાં, ક્યારે શિવ પ્રકટ થઈ ગયા, એ ખબર નથી
શિવની સાથે વાત કરતાં, ક્યારે શિવમાં એક થઈ ગઈ, એ ખબર નથી
શિવને અલગ ગણતાં, ક્યારે શિવ જેવી થઈ ગઈ, એ ખબર નથી
ક્યારે શું થયું એ ખબર નથી, કઈ રીતે થયું, એ પણ ખબર નથી
ખાલી એ ખબર છે કે શિવ વગર હવે રહેવાતું નથી,
શિવથી અલગતા હવે સહેવાતું નથી
શિવ જ મારી મંજિલ છે, શિવ જ મારું ધ્યેય છે, શિવ જ સર્વેસર્વા છે
શિવ વગર આ જગ નથી, શિવ વગર હું નથી, શિવ વગર મારી હસ્તી નથી
- ડો. હીરા