જાગૃતિ અજાગૃતિની વાતો ક્યાં કરું, જ્યાં અજાગ્રત આ મન છે
વૈરાગ્યના પૂતળાં ક્યાં ઊભાં કરવાં, જ્યાં શાંતિ હજી દુર્લભ છે
પ્રેમના અંણસાર ક્યાં સાંભળવા, જ્યાં પ્રેમના પાત્ર બન્યા નથી
એકરૂપતાની શું વાતો કરવી, જ્યાં હજી અલગ આ ધરતી છે
મંજિલની ખોજમાં શું નીકળવું, જ્યાં મંજિલ હજી ખબર નથી
મનના આંદોલનને શું શાંત કરવા, જ્યાં આરામ હજી કરતાં આવડતો નથી
નિષ્ઠા અને સાંત્વનની શું જીમ્મેદારી લેવી, જ્યાં ભાગવાની હજી વૃત્તિ છે
પ્રારબ્ધમાં શું રાચવું, જ્યાં હજી ઇચ્છાઓની તો લહેર છે
પરિપૂર્ણતાની શું વાતો કરવી, જ્યાં હજી તો સાધનામાં કચાશ છે
અમૂલ્ય આશિષનું શું કરવું, જ્યાં હજી ઠોકર મારવાની આપણી પૂરી તૈયારી છે
- ડો. હીરા