જગત કલ્યાણ કરવાની રીત તો પ્રભુની નિરાળી છે
કોઈને દુઃખમાં રાખી, એને માર્ગ બતાડે છે
તો કોઈને સુખસુવિધામાં રાખી, એનો આનંદ દેખાડે છે
કોઈને રોજ મળીને પ્રેમ દર્શાવે છે
તો કોઈથી ગુપ્ત બેસી, એને સાચી રાહ સમજાવે છે
કોઈની ઇચ્છાને ભુલાવી, એને નવી ઇચ્છામાં પ્રભુ દેખાડે છે
કોઈની ઇચ્છા પૂરી કરી, એને ઇચ્છાઓથી મુક્ત કરે છે
કોઈને જ્ઞાન આપી, સાચી સમજણ આપે છે
તો કોઈને પ્રેમ આપી, એનામાં લીન કરે છે
કોઈને શરીરની પીડા સહન કરાવી, કર્મો બાળે છે
તો કોઈને સ્વસ્થ શરીરથી, ધ્યાનમાં રોજ નવડાવે છે
આવી નિરાળી એની રીત છે, સજાગ એમાં આપણે રહીશું
તો એની ચાલ સમજાય છે, એનો આભાર હરવક્ત વ્યક્ત થાય છે
- ડો. હીરા