વાસ્તવિકતાનું નિર્માણ એવું છે કે જે સમજાતું નથી
કુદરતની કૃપા તો એટલી છે કે દેખાતી નથી
પૈસાનો નશો તો એવો છે જે છૂટતો જ નથી
મોહની પ્રીત કેવી છે જે ભુલાતી નથી
કર્મોનો જોર તો એવું છે જે ભુંસાતાં નથી
પ્રભુની કૃપા તો એટલી છે જે કદી ખતમ થાતી નથી
દુઃખોને બાંધીએ આપણે એવા, કે એ દૂર થાતાં નથી
નશો નશાનો એવો છે કે કાબૂમાં અવાતું નથી
સિદ્ધિ પાછળ એવા ભાગીએ છીએ કે મંજિલ પમાતી નથી
વૈરાગ્યથી એવા ડરીએ છીએ, કે વૈરાગ્ય જોઈતો નથી
જીવનની પ્રીત એવી છે, કે એકલા થઈએ તોય છૂટતી નથી
મહોબ્બતની રીત એવી છે, કે ગુનાં એમાં કોઈ થાતા નથી
મંજિલની તલાશ એવી છે, કે મંજિલ દેખાયા વિના રહેતી નથી
- ડો. હીરા