શું કહું હું મારી અવસ્થાની વાત, એ તો મને ખબર છે
જે એ કહે એ કરું છું, બાકી મને શું ખબર છે
બોલાવે એ, ચલાવે એ, કાર્ય કરાવે એ, એનાથી વધારે શું જોઈએ
તૃપ્ત એનામાં રહું , એથી વધારે મને શું જોઈએ
હરવક્ત એનો અહેસાસ, હરવક્ત એનો સાથ
માર્ગદર્શન સ્વયંનો સંગાથ, એથી વધારે શું જોઈએ
ભુલાવી દે આ જગ સારું, મંજિલ છે મારી સાથ
જવાબદારી શું ખતમ થઈ, એની જ તો છે મારી રાહ
ન કોઈ બીજી ચાહ, ન કોઈ બીજી મંજિલ
બસ શરણું એનું અને માર્ગમાં મળે એની તો મહેફિલ
ક્યારે બનીશું સાચા સંગાથી, ક્યારે થઈ આ સાચી પ્રીત
મને તો એ મને ભુલાવી ગઈ, ક્યારે થઈ આ મધુર મીત
- ડો. હીરા