ફેસલો તમારાં હાથમાં છે કે મારે શું કરવું જોઈએ
પ્રભુની વાણી બોલવી જોઈએ, કે પછી મૌન થઈ ચૂપ રહીએ
આક્રમણ લાગે છે તમને, કઠોર શબ્દો લાગે છે તમને
પણ વાર અહમ્ પર કેમ સતાવે છે તમને, કેમ દુઃખ લાગે છે તમને
ઝડપી ગતિ પર ચાલીએ છીએ આપણે, કર્મોને આધીન નથી છોડ્યા છે તમને
ફેંસલો તમારાં હાથમાં છે, શું જોઈએ છે તમને
વિનમ્રતા ભરપૂર છે, પ્રેમ પણ અસીમ છે,
ખાલી વાતો આ નથી, જગમાં પ્રિય છો તમે
પણ સમય નથી બાકી હવે વાતો કરવાનો, ઉંમર નથી હવે બચવાની
ચાલવું પડશે આપણે તો જલદી, ઊંચનીચથી હવે બહાર નીકળવાનું
કોસતી નથી તમને, તમે આવા છો, હલાવું છું તમને, કે હવે તો ઊઠો
જાગ્રત થઈ હવે તો પોકારો, પ્રભુને હવે તો યાદ કરો
- ડો. હીરા