અદૃશ્ય છીએ આપણે કોના માટે, કોઈ તો નથી
પ્રભુ કેમ દેખાતા નથી, કેમ દેખાતા નથી
મંજિલ આપણી છે તો પ્રભુ
તો પછી એ કેમ આપણને મળતો નથી, મળતો નથી
જરૂર નથી હું દેખું, તો એ પણ દેખાય
જરૂર નથી હું ચાહું, તો હું પામું
જરૂર એ છે કે એ મને જુએ
જરૂર એ છે કે એ મને સંવારે
રાહ તો એ મારી પૂરેપૂરી જુએ છે
મારી ચાલને તો એ ખૂબ ઓળખે છે
વિશ્વાસ મારો તો ખૂટે છે, પણ એનો નથી ખૂટતો
મારા હર ડગલે, એ તો મારી સંભાળ રાખે છે
- ડો. હીરા