જેમ તમે રાખશો એમ અમે રહીશું
જેમ તમે કહેશો એમ અમે કરશું
કરાવો એ જ જે તમને કરાવવું છે
વિશ્વાસ એ આપો કે તમને જ કરાવવું છે
અહંનો નાશ કરી તમને સમર્પણ કરીએ છીએ
જીવનના પ્રેમમાં તમને વંદન કરીએ છીએ
અમીરસના આ આનંદમાં રમીએ છીએ
તમને અમે તો અમારા માનીએ છીએ
- ડો. હીરા