સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી,
એમની બુદ્ધિ જ કાફી છે ભૂલો કરાવવા માટે.
સર્વ અહંકારીને કાંઈ શિખવાડવાની જરૂર નથી,
એમનો અહંકાર જ છે એમને પછાડવા માટે.
સર્વ શક્તિમાનને અમારી જરૂરત નથી,
એમની શક્તિ જ એમની સહુથી મોટી ખામી છે.
સર્વ અભિમાનીને અમારા શિક્ષણની જરૂરત નથી,
એમની કાબિલિયત જ છે એમને નુકશાન પહોંચાડવા માટે.
આ બધા ગુણોથી એ ઈશ્વરને દૂર રાખે છે,
આ બધી સિદ્ધિઓથી એ પોતાના પર નાજ કરે છે.
જ્યાં ઈશ્વરને પુકારવો માનવી ભૂલી જાય છે,
ત્યાં પોતાનું પતન એ પોતાના હાથે વહોરી લે છે.
- ડો. હીરા