હું ક્યાં જઉં, એવી કોઈ જગહ નથી જ્યાં તું નથી,
હું ક્યાં છુપાઉં, એવું કોઈ પણ સ્થળ નથી જે તારાથી છુપું છે.
હર એક પળ, હળ એક સ્થળે તું હાજર છે,
હર એક કર્મ, હર એક ઈચ્છા તું જાણે છે.
છતાં પણ તને બધું કહું છું, એક ખૂલ્લી કિતાબ બનું છું,
તારી સામે બધાં પાના ખોલું છું, તારાથી છુપું કાંઈ ન રાખું છું.
એમા જ મારી આઝાદી છે, પોતાના વહેમોથી છૂટકારો છે,
એમા જ મારી શાંતિ છે, બધાં બંધનોથી મુક્તિ છે.
તું શું વિચારશે એનો ભય નથી, તું શું કહેશે એનો ડર નથી,
તું પૂર્ણ દયાળુ, કૃપાળુ છે, મને પ્રેમ કર્યા વિના તું રહેશે નહીં.
- ડો. હીરા